આજે ૧૧ ઓગસ્ટ ગુજરાતનો સૌથી ભયાનક દિવસ તરીકે માનવામાં આવે છે. વર્ષ ૧૯૭૯ માં ૧૧ ઓગસ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારત આવ્યું હતું જેને આજે ૪૬ વર્ષ પૂર્ણ થયા છે. ચાર ચાર દશકા બાદ પણ પણ આજ ના દિવાસને મોરબી જ નહીં પરંતુ ગુજરાત એને વિદેશના કોઈપણ લોકો એ ગોઝારી ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે તે “મચ્છુ જળ હોનારત દિન” નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી શોક યાત્રા શરૂ કરી ને મણીમંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ આ રેલી શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મોરબીના નહેરુ ગેટ ખાતે ૨૧ બ્યુગલ વગાડવામાં આવ્યા હતા.અને આ રેલી મચ્છુ હોનારત ના મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે પહોંચી હતી અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મનપા કમિશ્નર,જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને અધિક કલેકટર દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં જળ હોનારત માં મૃતકોના પીડિત પરિવારજનો તેમજ મોરબીના તમામ પક્ષના નેતાઓ, વેપારીઓ અને મોરબીના નગરજનો જોડાયા હતા.