મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે શહેરના વાવડી રોડ ગણેશનગર શેરી નં ૫ માં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૮ બોટલ કિ.રૂ.૨૨,૮૦૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન મકાન માલીક આરોપી જાવેદ જાનમામદ સંઘવાણી હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.