મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમાં મનસુખભાઇ ચાવડા પોતાના રહેણાંકની બાજુમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા, મકાનની બાજુમાં બાવળની કાંટમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ બ્રાન્ડની ૪૮ બોટલ કિ.તું ૫૬,૪૦૦/-મળી આવી હતી, રેઇડ દરમિયાન આરોપી મનસુખભાઇ હનભાઈ ચાવડા ઉવ.૩૬ હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









