હળવદ પોલીસે બાતમીને આધારે કવાડીયા ગામે આરોપી વિશાલભાઈ અરજણભાઈ ચારોલાના રહેણાંક મકાને દરોડો પાડ્યો હતો, જ્યાં પોલીસે વિદેશી દારૂની રોયલ ચેલેન્જની ૭૫૦મીલી.ની ૪ નંગ બોટલ તથા બ્લુ સ્ટ્રોક વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૪૫ બોટલ સહિત કુલ રૂ.૯,૭૦૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રેઇડ દરમિયાન આરોપી વિશાલ હહર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









