મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે આરોપીઓ પાસેથી કુલ રૂ.૨૪,૦૦૦/-ની રોકડ જપ્ત કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવા બસ સ્ટેન્ડ સામે જાહેરમાં ચાલની નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ મુકેશભાઇ આશુભાઇ કારીયા ઉવ.૪૫ રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડમા હાલ નવા બસસ્ટેન્ડ પટેલ ગાંઠીયાની દુકાનમાં મોરબી, બાબુભાઇ રાજાભાઇ કંજારીયા ઉવ.૪૬ રહે.મોરબી વજેપર શેરીનં.૧૩, રહિમભાઇ કાસમભાઇ સુમરા ઉવ.૪૬ રહે.મોરબી વીશીપરા સુમરા સોસાયટી, સુરેશભાઇ વાલજીભાઇ કણજારીયા ઉવ.૪૩ રહે.મોરબી વજેપર શેરીનં.૧૯ તથા અલ્તાફભાઇ કાસમભાઇ જુણાચ ઉવ.૪૦ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૧ મોરબી વાળાને કુલ રોકડા રૂ.૨૪,૦૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









