મોરબી શહેરના વજેપર શેરી નં.૧૧ માં ભાડે મકાન રાખી તેમાં ભાગીદારીમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન મકાનમાં રાખેલ મોપેડમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે બન્ને આરોપીઓ હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા રહે.વજેપર શેરી-૧૧ અને અમિત મોહનભાઇ ભાનુશાળી રહે. કાલિકા પ્લોટ મેઈન રોડ એમ બન્ને વજેપર શેરી-૧૧માં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત ભાડેના મકાનમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન મકાનમાં રાખેલ ટીવીએસ વીગો મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ડીજે-૫૦૧૦ માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦ બોટલ કિ.રૂ.૬૯,૨૪૦/-મળી આવી હતી. જ્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન અને અમિત ભાનુશાળી હાજર મળી ન આવતા પોલીસે બન્નેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સાથે પોલીસે મોટર સાયકલ તથા વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૯૯,૨૪૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટક કરવા તજવીજ શરૂ કરી છે.