રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહિબિશન/જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ૦૯ સ્થળોએ રેઈડ કરી કુલ ૫૦ પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. જયારે ત્રણ ઈસમો ફરાર થઈ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે માનસર ગામે દેવીપુજક વાસમાં ધીરાભાઇ ચકુભાઇ પંસારાના મકાન પાસે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા હિતેશભાઇ ઉર્ફે નીતેશ બહાદુરભાઇ પંસારા, બીપીનભાઇ રમેશભાઇ પંસારા, રાજેશભાઇ નટુભાઇ પંસારા તથ મીથુનભાઇ મુકેશભાઇ પંસારા નામના શખ્સોને રોકડા રૂ.૩૦૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની સીમ અરવિંદભાઇ મનજીભાઇની વાડી પાસે રેઈડ કરી જુગાર રમતા ૦૫ ઇસમો પૈકી અરવિંદભાઇ મનજીભાઇ પટેલ તથા મહેશભાઇ નાગરભાઇ કુડેચા નામના બે શખ્સોને રોકડા રૂ.૧,૩૧,૪૫૦ /- તથા રૂ.૩,૦૦૦નો મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૪,૪૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જયારે દલસુખભાઇ ઉર્ફે ભુરો વિનોદભાઇ પરમાર, ગંભીરભાઇ રાઠોડ તથા વિપુલભાઇ કોળી નામના શખ્સો પોલીસને આવતી જોઈ જતા સ્થળ પરથી ફરાર થયા હતા. જેને લઈ તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કાલીકાપ્લોટ શેરનં.૩માં રહેણાંક મકાનમાં રેઈડ કરી સોનલબેન પંકજભાઇ ગુર્જર, શારદાબેન મનોજભાઇ અદગામા, કરણભાઇ પોપટભાઇ જાદવ, સાવનભાઇ હિતેષભાઇ માલકીયા, હંસાબેન ભરતભાઇ અદગામા તથા વિજયાબેન પોપટભાઇ જાદવ નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ચોથા બનાવમાં, મોરબી લાતી પ્લોટ શેરી નં-૩ ના ખુણા પાસે જુગાર રમતા દીપકભાઇ લાભશંકરભાઇ વ્યાસ, ઓસમાણભાઇ હુશેનભાઇ લોલારીયા તથા ગોપાલભાઇ વલમજીભાઇ જીવાણી નામના શખ્સોને મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૬,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાંચમા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કોઠારીયા ગામ બી.પી.એલ.મકાન નજીક, જયદેવ ચોકમાં જુગાર રમતા કેશભાઇ રઘાભાઇ કોબીયા, મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, વિજયભાઇ રાજુભાઇ કોબીયા, શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા, સાગરભાઇ શામજીભાઇ મકવાણા, આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા તથા સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા નામના શખ્સોને પકડી પડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,ર૩૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જયારે છઠ્ઠા દરોડામાં, વીરવાવ ગામની સીમમાં પાધરની વાડી તરીકે ઓળખાતી મહાવીરસિંહ ની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હરપાલસિંહ સતુભા જાડેજા, પ્રવિણભાઇ ગણેશભાઇ ચૌધરી, મનીષભાઇ મેધજીભાઇ ભાગીયા, સામજીભાઇ નાનજીભાઇ ડાભી તથા શકિતસિંહ જગતસિંહ જાડેજા નામના શખ્સોને ટંકારા પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨૨,૫૦૦/- તથા રૂ.૨૦૦ની કિંમતની ૦૧ ટોર્ચ બેટરીકબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાતમા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા, જયંતિભાઇ રામજીભાઇ કાવર, દિપકભાઇ સવજીભાઇ અઘારા, વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા, દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ તથા અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસ નામના ઇસમોને રોકડ રૂ.૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આંઠમાં દરોડામાં, મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા અનિલભાઇ દુદાભાઇ ચાવડા, રમેશભાઇ જેઠાભાઇ સોલંકી, દિલીપભાઇ મગનભાઇ પરમાર, બેચરભાઇ હિરાભાઇ વાછાણી, અનિલભાઇ કલાભાઇ સોલંકી, પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ, જનકભાઇ શામજીભાઇ કલાડીયા, રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી તથા મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણા નામના શખ્સોને રોકડ રૂ.૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવમા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા જયેશભાઇ બલવંતભાઇ મેર, કાનજીભાઇ રમેશભાઇ દેવમુરારી, ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા, મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા, રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા, અવધેશ ગીરધારીલાલ ગૌતમ, ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી તથા રોહિતકુમાર સુરજપાલ કુમાર નામના શખ્સોને રોકડ રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.