મોરબી-જેતપર-અણીયારી રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ૩૨૧ નંબરનો રાજ્ય ધોરી માર્ગ મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગિકરણ તથા જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી રીસરફેસિંગ કરવાની કામગીરી માટે ૧૦ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત ૫૦,૦૦૦ ચોરસ ફૂટનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
મોરબી-જેતપર-અણીયારી રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ૩૨૧ નંબરનો રાજ્ય ધોરી માર્ગ મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગિકરણ તથા જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી રીસરફેસિંગની કામગીરી અને ત્યાર બાદ લંબાઈમાં અણીયારી ચોકડી સુધીમા ૧૦.૦૦ મી પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ દુકાનદારોના દબાણ ને કારણે કામગીરી અટકેલી હતી. જે દબાણ હટાવવા દુકાનદારોને ગ્રામ-પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવા છતા દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કરેલ ન હતુ. જે દબાણ આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા PGVCL ના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહીમાં ૧૦ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત ૫૦,૦૦૦ ચોસર ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવ્યું હતું.