દિવાળી એટલે જીવનમાં રહેલો અંધકાર દૂર કરીને ઉમગનો ઉજાશ પ્રગટાવવાનું પર્વ છે. દિવાળીએ માત્ર રોશની જ નહીં પણ માણસના અંતરમાં રહેલા દુર્ગુણોને દૂર કરી સદગુણોને દીપ પ્રગટાવાનો છે. દિવાળીના આ હેતુને સાર્થક કરવા માટે મોરબી હિન્દૂ યુવા વાહિનીના જયપાલસિંહ રાઠોડ તથ્ય તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમને દ્વારા ધક્કાવાળી મંદિરે દિવાળીના પર્વ પર ૫૧૦૦ દીવડાઓ પ્રગટાવી આ દીપમાળાની મહાઆરતી કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી.