દર વર્ષે, ૫ જૂનના દિવસને વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1974 માં ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણીય જોખમો અને તેનાથી થતા નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને ભાગરૂપે મોરબીમાં પણ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા 51માં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.
આજ રોજ 51 માં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીકમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગુજરાત ગેસનાં જી.એ. હેડ ડો.કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. અને આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા આજરોજ એ લી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.