૭.૫૫ લાખ મનોદિવ્યાંગ બાળકો માટે સ્કુલ બસ, ૧૫ લાખના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ માટે ખર્ચાસે
મોરબી : મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં માં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ 52.30 લાખનો નફો થયો છે. આ અંગે સેવાભાવી યુવાન અજય લોરીયા એ જણાવ્યું હતું કે આ નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નકી કરાયું હતું તેમ 52.30 લાખ માંથી 30 શહીદ પરિવારોને 1-1 લાખ મળી 30 લાખ, જયારે મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને 7.55 લાખની બસ અર્પણ કરાય આ ઉપરાંત મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે . આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી વધેલ તમામ નફો સેવા કાર્યો માટે ફાળવી દેવાયા હતા.