Saturday, January 11, 2025

મોરબી: શેર બજારમાં એકના ડબલની લાલચ આપી ૩૪ લાખથી વધુનો ધુંબો મારતા પાંચ સામે ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા ૫૦ વર્ષીય પ્રૌઢ કે જેઓ શેર બજારમાં શેર ખરીદ વેચાણમાં તથા કોઈ કંપનીના શેર ખરીદવા કે વેચવા માટેની કામગીરીમાં પ્રવીણ હોય. તેઓને નિર્મલ બેંક સિક્યુરિટીના શેરમાં રોકાણ કરો અને ત્રણ મહિનામાં એકના ડબલ રૂપિયાની લોભામણી લાલચ આપી રૂ.૩૪ લાખથી વધુનો ચૂનો લગાવતા એક મહિલા સહીત પાંચ આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપરા શેરી નં ૧૦માં રહેતા અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા ઉવ.૫૦ એ આરોપી ૧)રીયા શર્મા મો.નં. ૭૨૪૧૧૭૧૯૪૮તથા ૭૪૭૦૬૦૪૯૪૮, ર)આર.પી.સીંગ મો.નં.૬૨૬૧૫૫૩૮૦૪, ૩)જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ મો.નં.૯૧૩૭૦૪૬૩૪૪ તથા ૮૮૧૯૮૫૪૨૪૫, ૪)ઓમ કશ્યપ મો.નં.૮૪૫૦૮૧૦૮૩૫, ૫) અમિતભાઇ અગ્રવાલ મો.નં. ૭૮૮૭૪૧૪૮૯૦ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વર્ષ ૨૦૨૧માં ફરિયાદી હિમાંશુભાઈને આરોપી રીયા શર્માનો મોબાઇલમાં કોલ આવ્યો હતો અને પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર તરીકેની ઓળખ આપી શે૨ બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી ફરીયાદીને લોભામણી લાલચ આપતા ફરીયાદી વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારે આરોપી રીયા શર્માએ જણાવેલ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવા રૂપીયા ૫ લાખ ડીપોજીટ પેટે જમા કરાવેલ બાદ આરોપી આર.પી.સીંગ સાથે સંપર્ક કરાવતા તેમણે ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં જણાવ્યા રૂપીયા જમા કરાવવા કહેતા હિમાંશુભાઈએ કટકે કટકે રૂ.૫,૨૭,૪૯૯/-જમા કરાવેલ બાદ હિમાંશુભાઈને તેના ડીમેટ એકાઉન્ટ યુજર આઇ.ડી. પાસવર્ડ આપેલ હતા.

બાદ લાંબા સમય સુધી હિમાંશુભાઈના રોકાણ કરેલ રૂપીયામાં કોઇ વળતર નહી મળતા આરોપી આર.પી.સિંગને કાલ કરતા તેમને આગળની કાર્યવાહી કરવા અન્ય આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્વાજનો સંપર્ક કરવા જણાવતા તેમણે હિમાંશુભાઈને બ્લોક ડીલ પોગ્રામમાં સારૂ વળતર મળશે તેમ કહી અત્યાર સુધી રોકાણ કરેલ રૂપીયાનુ તમામ વળતર મળી જાશે તેવી લોભામણી લાલચ આપતા હિમાંશુભાઈ ફરી પાછા વિશ્વાસમાં આવી આરોપી જ્ઞાનેન્દ્રએ જણાવેલ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા ૨૩,૨૨,૬૮૦/- જેટલી રકમ જમા કરાવેલ હતી બાદ ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહેલ બાદ હિમાંશુભાઈને રૂપીયાની જરૂર પડતા આરોપી જ્ઞાનેન્દ્રનો સંપર્ક કરતા તેણે હિમાંશુભાઈના બ્લોક ડીલ પોગ્રામ એકાઉન્ટ આઇ.ડી.માં રહેલ રૂપીયા પરત મેળવવા ટેક્સની રકમ ભરવા જણાવતા ફરી.એ. ગુગલ પે મારફતે તથા એકાઉન્ટમા રૂપીયા ૮૦,૦૦૦/- જમા કરાવેલ તેમ છતા હિમાંશુભાઈને તેમના એકાઉન્ટમાં રહેલ રકમ નહી મળેલ

બાદ આરોપી જ્ઞાનેન્દ્રએ એક અકસ્માતનુ બહારનુ કાઢી રૂપીયા ૧૦,૦૦૦/- બારકોડ સ્કેનરથી મેળવેલ હોય આમ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ શેર બજારમાં ડબલ રૂપીયા મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા ૩૪,૪૦,૧૭૯/- મેળવેલ હોય જે બાબતે હિમાંશુભાઈએ કંપનીની મુંબઈ ઓફિસના હેડ અમિત અગ્રવાલ તથા ઓમ કશ્યપનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ટેકસની રકમ ભર્યા બાદ જ તમારી બ્લોક ડીલ પોગ્રામ આઇ.ડી.માં રહેલ પરત મળશે. આમ ઉપરોક્ત પાંચેય આરોપીઓએ હિમાંશુભાઈને શેર બજારમાં યેનકેન પ્રકારે રૂપીયા ડબલ કરવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઇ ઓનલાઇન/ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા ૩૪,૪૦,૧૭૯/- મેળવી આરોપીઓએ એકાબીજા સાથે મળીને હિમાંશુભાઈ સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!