મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઇ દેવથરીયા ઉવ.૫૬ ગઈકાલ તા.૦૧/૦૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ લીલાપર ગામની સીમમાં ધારીયા તરીકે ઓળખતા ખેતરમાં કામ કરતા હોય ત્યારે કોઈ કારણોસર તેઓને પગના ભાગ પર ઈલેક્ટ્રીક શોક લાગતા રામેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મરણ જનારની ડેડબોડી પરિવારજનો મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુજ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.