મોરબી ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી: રૂ.૫.૨૭ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડ્યો,આરોપી વાડી-માલીક ફરાર.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ બચુભાઇ બોળીયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૬૪ તથા બીયર ટીન નંગ-૧૫૧૨ મળી કુલ કિ.રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી વાડી-માલીક હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.પી.પંડયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ બચુભાઇ પોપટભાઇ બોળીયાની વાડીમાં લીલી વાઢેલ જારના પુળા નીચે ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડી રાખી તેનુ બચુભાઇ બોળીયા વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત વાડીએ રેઇડ કરતા જારના પુળાની નીચેથી વિદેશી દારૂ બેગપાઈપર ડિલક્ષ વ્હિસ્કીની ૫૬૪ નંગ બોટલ તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૧,૫૧૨ નંગ ટીન એમ કુલ કિ.રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી બચુભાઇ પોપટભાઇ બોળીયા ભરવાડ રહે.હોલમઢ ગામ તા.વાંકાનેર વાળો હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી એલસીબી પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.