Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જુગાર રમતા ૫૭ શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગાર રમતા ૫૭ શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧.૩૮ લાખના મુદામાલ સાથે નવ શખ્સોને ઝડપી પાડયા

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેરની વજેપર શેરી નં ૨૧ માં આરોપી રાજેશભાઇ મલાભાઈ સોનગ્રા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો અને રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રાજેશ સોનગ્રા,કેતન રમેશભાઈ ચાવડા,અનિલ મલાભાઈ હડિયલ, અનિલ રતિલાલ પરમાર, વિશાલ લાલજીભાઈ સોનગ્રા, કરણ હસમુખભાઈ સોનગ્રા, પાર્થ ગોકળભાઈ નકુમ, પ્રેમજીભાઈ ભગવાનજી ભાઈ પરમાર, મનસુખભાઇ દાનાભાઇ પરમાર ને રોકડ રકમ રૂ.૧,૩૮,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા અમરેલી રોડ પરથી જાહેર શેરીમાં જુગાર રમતા મનોજભાઇ વિજયભાઈ હળવદીયા, રાજેન્દ્ર વિજયભાઈ હળવદીયા, અર્જુન મગનભાઇ હળવદીયા, પ્રવીણ અમરશીભાઈ હળવદિયા, અનિલભાઈ અમરશીભાઈ હળવદીયા, વિશાલભાઈ તુલસીભાઈ હળવદીયા, રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા ને રોકડ રકમ રૂ.૧૧,૧૦૦ ના મુદામાલ સાથે તેમજ નવલખી રોડ લાયન્સનગર માંથી મયુરભાઈ અનિલભાઈ રાઠોડ, ગૌતમભાઇ અમૃતભાઇ સોલંકી, અશ્વિનભાઈ મનુભાઇ વાઘેલા, મહેશભાઈ મનુભાઇ વાઘેલા, વિજયભાઈ દિલીપભાઇ પરમાર ને રોકડ રકમ રૂ.૧૦૦૫૦ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસે ખડીપરા ચોક નવાપરા માંથી જુગાર રમતા સુનિલભાઈ શંકરભાઇ સારલા ,રાજેશભાઇ છનાભાઈ સારલા, ભરતભાઈ અરજણભાઈ સારલા, હર્ષદભાઈ છગનભાઇ ધોડકિયા અને મનોજભાઇ નાનજીભાઈ વાટુકિયાને રોકડ રકમ રૂ ૧૧,૬૫૦ સાથે તેમજ નવાપરા પંચવટી સોસાયટીમાં થી રોહિતભાઇ દિલીપભાઈ પરમાર, રશીકભાઈ પ્રભુભાઈ શંખેશરીયા, મનસુખભાઇ ભગવાનજીભાઈ સીતાપરા, શંકરભાઇ નાગજીભાઈ પાડલીયા ને રોકડ રકમ રૂ.૧૩,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે થી સંજયભાઈ રમેશભાઈ વરાણીયા, સાગર સવજીભાઈ માલકીયા, ગૌતમ રાજેશભાઇ જીંજુવાડિયા, હિતેશભાઈ રાઘવજીભાઈ માલકીયા અને સવજીભાઈ લવજીભાઈ માલકીયા ને રોકડ રકમ રૂ.૧૨,૩૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે માળીયા (મી) પોલીસે ઘાટીલા ગામે રહેણાંક મકાનમાથી પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા, મગનભાઈ ભુદરભાઇ લોરીયા, શાંતીલાલ ઉર્ફે બાબુભાઇ પ્રભુભાઈ ઓડિયા, પ્રવીણભાઈ પ્રભૂભાઈ કાલરીયા અને રતીભાઈ જગદીશભાઈ કાલરીયા, મણીલાલ જાદવજીભાઈ કાલરીયાને રોકડ રકમ રૂ.૯૨,૫૦૦ અને છ મોબાઈલ જેની કી. રૂ.૯૦૦૦ મળી કુલ રૂ.૧,૦૧,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય દરોડામાં માળીયા તાલુકાના નાની બરાર ગામેથી જુગાર રમતા ખીમજીભાઈ છગનભાઇ ચાવડા, ગનીભાઈ હાસમભાઈ કડીયા, દેશાભાઈ રામાભાઈ ચાવડા, દિનેશભાઇ દેવદાનભાઈ ચાવડા, જયંતિલાલ મોહનભાઇ મોરડીયા અને વશરામભાઈ દેશાભાઈ ડાંગરને રોકડ રકમ રૂ.૧૫૪૦ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

હળવદ પોલીસે સુંદરગઢ ગામે થી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયા, કુકાભાઈ ગોરધનભાઇ ચરમારી, રવિભાઈ ચતુરભાઇ ખાંભડીયા, રાજેશભાઇ રામજીભાઈ ખાંભડિયા, હકાભાઈ કૈણાભાઈ લીલાપરા, સુખદેવભાઈ બચુભાઈ રબારી, અમરતભાઈ બાબુભાઈ ઝીઝુવાડીયા ને રોકડ રકમ રૂ.૧૮,૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!