મળતી માહિતી અનુસાર વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા ભીખાભાઇ સોમાભાઇ જોલાપરા ઉવ.૫૮ને ગતકાલ તા. ૧૫/૦૬ ના રોજ સાંજના સુમારે વાંકાનેર ટાઉનમા આવેલ સ્વામીનારાયણ મંદીર પાસે કોઇ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેમને મૃત હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોકટરે ભીખાભાઇ જોલાપરાને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ અકાળે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.