ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે તો સૌ કોઈ જાણે છે અને માત્ર કાગળ પર જ સખ્ત કાયદાનો અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબીમાં દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થવા સફળ થયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રવાપરનાં ધુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ પાછળ રહેણાંક મકાનમાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશીદારૂ ની અલગ અલગ બ્રાન્ડની રૂ.૬૬,૮૫૦/-ની ૫૯ બોટલો મળી કુલ રૂ.૬૮,૦૫૦/-નો મુદ્દામાલ પોલીસે કાબજે કરી છે. જયારે હાર્દીક કાનાભાઇ મકવાણા અને શોયબ આમદભાઇ શાહમદાર નામના બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા હતા.