Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના રાજપર(કુંતાસી) ગામે ૫૯ વર્ષીય પ્રૌઢનું છાતીમાં ગરમી ચડી જતા મોત

મોરબીના રાજપર(કુંતાસી) ગામે ૫૯ વર્ષીય પ્રૌઢનું છાતીમાં ગરમી ચડી જતા મોત

મોરબી સહિત રાજ્યમાં હવામાન ખાતાની આગાહી વચ્ચે હાલ વરસાદી માહોલમાં છેલ્લા એક સપ્તાહથી એકદમ ધામ તથા અસહ્ય ગરમી બફારાના માહોલમાં રાજપર(કુંતાસી) ગામે રહેતા ૫૯ વર્ષીય પ્રૌઢને છાતીમાં ગરમી ચડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબી તાલુકાના રાજપર ગામના વતની હાલ રાજપર(કુંતાસી) ગામે રહેતા જયંતીલાલ છગનલાલ અમૃતિયા ઉવ.૫૯ ગઈકાલ તા. ૧૦/૧૦ ના રોજ તેમના ઘરે હતા ત્યારે રાત્રીના ૧૧.૫૫ આસપાસ તેમને છાતીમાં ગરમી ચડી જતા તેઓને તેમના પરિવારના સભ્યો દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જયંતિભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!