Friday, March 13, 2026
HomeGujaratમોરબીના રણછોડનગર નજીક મફતીયાપરામાં તીનપત્તિનો જુગાર રમતા ૬ પકડાયા

મોરબીના રણછોડનગર નજીક મફતીયાપરામાં તીનપત્તિનો જુગાર રમતા ૬ પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરના રણછોડનગર નજીક અમૃત પાર્ક સોસાયટી પાસે આવેલ મફતીયાપરામાં જુગારની રેઇડ કરી હતી. જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા અસલમભાઇ કાસમભાઈ દલવાળી ઉવ.૩૬ રહે. મહેન્દ્રપરા ઘાંચી શેરી મોરબી, વીમલભાઇ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી ઉવ.૪૪ રહે. વાવડી રોડ ઉમીયા સોસાયટી ઘર નં.૩૨ મોરબી, રાજેશકુમાર સુભાષભાઇ ચોબે ઉવ.૩૬ રહે. મહેન્દ્રપરા ચોક વાવડી રોડ શેરી નં.૧૪ મોરબી, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડીયા ઉવ.૪૪ રહે. લાતી પ્લોટ શેરી નં.૧૨ મોરબી, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન ઉવ.૪૪ રહે. રણછોડનગર અમૃતપાર્ક સોસાયટી મોરબી તથા આર્યન બાલુભાઈ ખીટ ઉવ.૧૯ રહે. મહેન્દ્રપરા શેરી નં.૧૧ મોરબી વાળાને રોકડા રૂ.૭૬,૩૫૦/- સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પકડાયેલ તમામ આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!