Friday, February 20, 2026
HomeGujaratમાળીયા(મી) ના લક્ષ્મીવાસ ગામે રહેણાંકમાં અંદર બહારનો જુગાર રમતા ૬ ઝડપાયા

માળીયા(મી) ના લક્ષ્મીવાસ ગામે રહેણાંકમાં અંદર બહારનો જુગાર રમતા ૬ ઝડપાયા

માળીયા(મી)તાલુકાના લક્ષ્મીવાસ ગામમા રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ૬ જેટલા ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પીઆઇના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમ્યાન મળેલી હકિકતને આધારે લક્ષ્મીવાસ ગામમા રાધવજીભાઇ શીવાભાઇ કાવરના રહેણાંક મકાનમાથી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત અંદર બહારનો જુગાર રમતા પ્રવીણભાઇ માવજીભાઇ કાવર રહે.ચમનપર તા.માળીયા, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે.ભાવપર તા.માળીયા, ભરતભાઇ રામજીભાઇ મેણીયા રહે.વવાણીયા ગામ તા.માળીયા, અમૃતભાઇ શીવાભાઇ કાવર રહે.લક્ષ્મીવાસ તા.માળીયા, છેલાભાઇ પ્રભુભાઇ ખીમાણીયા રહે.વવાણીયા ગામ નાના કોળીવાસ તા.માળીયા તથા ચંદુલાલ પ્રભુલાલ ગામી રહે.વવાણીયા ગામ તા.માળીયા વાળાને રોકડા રૂ.૩૩,૭૬૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે માળીયા(મી) પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!