મોરબીના અલગ-અલગ વિસ્તારમાં હાલ જાણે જુગારીઓ માટે સિઝન ખુલી હોય તેમ જુગારના નાના-મોટા કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસે લીંબળા નિચે દાવ નાખીને બેઠેલા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અને જુગારીઓ પાસેથી રોકડ સહિત રૂ.૧૦૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસે લીંબળા નિચે પટ્ટમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા વિશાભાઈ સાતાભાઈ માંડાણી (રહે.વાંકાનેર વીશીપરા તા.વાંકાનેર જી.મોરબી), જીતેન્દ્રભાઈ ગોબરભાઈ કોબીયા (રહે.વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી), યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મમાણી (રહે.સુરેન્દ્રનગર રામભોજનાલય પાછળ બસ સ્ટેશન પાસે તા.જી. સુરેન્દ્રનગર), સતારભાઈ અબ્દુલભાઈ ભાડુલા (રહે.સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ખાટકીવાસ તા.જી.સુરેન્દ્રનગર), ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયા (રહે.વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી) તથા હુશેનભાઈ જુસબભાઈ શેખ (રહે.વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં-૩ તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.