Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરના રાજાવડલા વિસ્તારમાંથી પત્તા ટીચતા ૬ ગેમ્બલર ઝડપાયા

વાંકાનેરના રાજાવડલા વિસ્તારમાંથી પત્તા ટીચતા ૬ ગેમ્બલર ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે વાંકાનેરના રાજાવડલા નજીક કન્યા શાળા પાસે બીપીએલ વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વિશાલદિપસિંહ અમરસિંહ પરમાર ઉવ.૨૭ રહે.વાંકાનેર રેલ્વે સ્ટેશનની બાજુમા વીશીપરા ગોદામ પાસે, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા ઉવ.૫૦ રહે.વાંકાનેર ગાયત્રી મંદીર રોડ મફતીયાપરા, કેશુભાઈ પોપટભાઈ માલકીયા ઉવ.૬૦ રહે. વાંકાનેર સરધારકારોડ શંકરના મંદીર પાસે, લાલજીભાઈ કરશનભાઈ માલકીયા ઉવ.૪૭ રહે.કણકોટ તા.વાંકાનેર, વલ્લભભાઈ પોપટભાઈ દેત્રોજા ઉવ.૬૦ રહે.જુના રાજાવડલા જાપા પાસે તા.વાંકાનેર, ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયા ઉવ.૪૮ રહે.વાંકાનેર વીશીપરા શંકરના મંદીર પાસેને રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૨,૪૮૦/- સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!