Friday, October 18, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહીત ૬ જુગારી...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહીત ૬ જુગારી ઝબ્બે

મળતી માહિતી અનુસાર મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૫ માં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહીત છ વ્યક્તિઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરી પકડી લેવામાં આવ્યા છે. એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી જુગારની બાઝી માંડી બેઠેલા અસલમભાઈ અમીનભાઈ માજોઠી, રોહિતભાઈ જીવણભાઈ દુધરેજીયા, જસ્મિનબેન મોઈનભાઈ ચાનીયા, અનિતાબેન જીતેશભાઇ ગોહેલ, બેનરજીબેન રિયાઝભાઈ જુણાચ તથા લક્ષ્મીબેન મનોજભાઈ ગોહેલને રોકડા રૂ.૧૦,૨૦૦/-સાથે ઝડપી લેવાયા છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!