ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી જુગારના અખાડાનો કર્યો પર્દાફાશ
મોરબીના બેલા ગામથી તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે આવેલ રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતા હોવાની મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે રેઇડ કરતા કારખાનાના માલીક સહિત છ ઇસમોને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૬.૧૯ લાખ કબ્જે લઈને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે કલ્પેશભાઈ ડાયાભાઇ પટેલ બેલા ગામથી તળાવીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ રાધે પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે તે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત કારખાનામાં રેઇડ કરતા કારખાનાની ઓફિસમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર ચાલુ હોય જેથી પોલીસે આરોપી કલ્પેશભાઈ ડાયાભાઈ કારાવડીયા ઉવ.૩૮ રહે.નાની કેનાલ રોડ, અવધ-૨ નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી મૂળ રહે: હરીપર (કે), જીતેન્દ્રભાઈ અંબારામભાઈ ફેફર ઉવ.૪૨ રહે.ક્રાંતિજયોત સી-૧ બ્લોક નં. ૬૦૨ મહેન્દ્રનગર મોરબી, સંજયભાઈ રામજીભાઈ કાસુન્દા ઉવ.૪૦ રહે.રવાપર રોડ ઉમીયાનગર સોસાયટી રામકૃપા એપાર્ટમેન્ટ બીજો માળ બ્લોક નં.૨૦૩ મોરબી મૂળરહે: રામગઢ (કોયલી), મનસુખભાઈ ત્રિભોવનભાઈ દેત્રોજા ઉવ.૫૦ રહે. પ્રભુકૃપા ટાઉનશીપ બ્લોક નં.૨ બી-૧ મહેન્દ્રનગર મૂળ રહે: જૂના ધનશ્યામગઢ ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, અમીતકુમાર દિપકભાઈ ગઢીયા ઉવ.૨૬ રહે.જુના ધાંટીલા માળીયા મિયાણા, ગોપાલભાઈ વાલજીભાઈ પરમાર ઉવ.૩૯ રહે.જુની પીપળીવાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬.૧૯ લાખ જપ્ત કરી પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.