Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી પંથકમાં જુદા જુદા સ્થળેથી છરી સાથે 6 શખ્સો ઝડપાયા

મોરબી પંથકમાં જુદા જુદા સ્થળેથી છરી સાથે 6 શખ્સો ઝડપાયા

મોરબી પંથકમાં જુદા જુદા સ્થળોએ છરી સહિતના હથિયાર સાથે નીકળતા 6 શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

- Advertisement -
- Advertisement -

જેતપર મચ્છુ પુલ પાસેથી લાકડાના હાથા વાળી ધારદાર
કુહાડી રાખી નીકળતા અરવિંદભાઇ ઉર્ફે કારીયો ચંદુભાઇ અઘારીયા (ઉ.વ-૧૯)ને મોરબી પોલીસે ઝડપી લીધો હતો.

વધુમાં મોરબી જેલ ચોકમાં રોડ ઉપર જાહેરમા ધર્મેશ રમેશભાઈ રામાનુજ (ઉ.વ.31) ધારદાર છરી હથિયાર સાથે રાખી નિકળતા પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત તોસીલ મહેબુબભાઈ બ્લોચ (ઉ.વ.૨૫) રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળ પાછળ મોરબીવાળા શખ્સને પોલીસે છરી સાથે ઝડપી લીધો હતો. તેમજ નદીમભાઇ અબ્દુલભાઇ બ્લોચ (ઉ.વ. ૨૩) રહે. મોરબી મકરાણીવાસને છરી ઝડપી લીધો હતો. વધુમાં આરીફભાઇ ઇકબાલભાઇ ફલાણી (ઉ.વ.૨૦) રહે.મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક શેરીનં.૫ને હથિયાર સાથે તેમજ રાજુ હિતેશભાઇ નાગહ (ઉ.વ.૨૧) રહે.મોરબી રણછોડ નગર સતનામ એપાર્ટમેન્ટની સામે જય
વડવાળા મુળ રહે વાંકાનેર શક્તિ પરા રેલ્વે સ્ટેશન પાછળ તા.જી. મોરબીવાળાને પોલીસે છરી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!