Wednesday, January 8, 2025
HomeGujaratવાંકાનેરના રાજાવડલા નજીક જુગાર રમતા ૬ ને રોકડા ૧૪,૭૨૦ સાથે ઝડપી લેવાયા

વાંકાનેરના રાજાવડલા નજીક જુગાર રમતા ૬ ને રોકડા ૧૪,૭૨૦ સાથે ઝડપી લેવાયા

મળતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં આવતા રાજાવડલા ગામના નવા ઝાંપા પાસે જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા કુલ ૬ જુગારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે જુગારની મજા માણી રહેલા આરોપી મુસ્તુફાભાઈ રસુલભાઈ મરડીયા ઉવ.૨૯ રહે.રાજાવડલા તા.વાંકાનેર, સોયબભાઈ રસુલભાઈ વડાવીયા ઉવ.૨૫ રહે.રાજાવડલા તા.વાંકાનેર, રોહીતભાઈ પાંચાભાઈ બારૈયા ઉવ.૨૨ રહે.રાજકોટ ખોડીયારપરા કાનાભાઈના મફતીયાપરા, કિશનભાઈ ધનજીભાઈ ધરજીયા ઉવ.૨૬ રહે.વાંકાનેર કુંભારપરા, નિલેષભાઈ બાબુભાઈ સોલંકી ઉવ.૩૨ રહે.રાજાવડલા, રવિભાઈ ગોબરભાઈ સોલંકી ઉવ.૨૬ રહે.રાજાવડલા તા.વાંકાનેરવાળાની કુલ રોકડા રૂ.૧૪,૭૨૦/-સાથે ધરપકડ કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!