માળીયા(મી) તાલુકાના નિરૂબેનનગર ગામે આરોપી અલીમામદ ગુલામમયુદીન સંઘવાણી રહે.નવાગામ તા.માળીયા(મી) તથા રમજાનભાઈ કારીમભાઈ સંઘવાણી વાડા વિસ્તાર માળીયા(મી) વાળા એમ બંને આરોપીઓ આરોપી અલીમામદના ભોગવટા વાળા મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે નિરૂબેનનગર ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે રહેણાંકમાંથી ૬૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૨,૦૦૦/-નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, રેઇડ દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે તપાસના ચજરો ગતિમાન કર્યા છે.