મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 60 વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં યોજાયેલ શૈક્ષણિક પ્રવાસ માત્ર એક ટૂર ન હોતો, પરંતુ ભારતની લોકશાહી અને વારસાને નિકટથી અનુભવાની અનોખી તક બની રહ્યો હતો.તમામ વિદ્યાર્થીઓને સંસદ ભવનના દર્શન કરાવવામાં આવ્યા હતા.જ્યાં વિદ્યાર્થીઓએ ભારતના શાસનતંત્રને વધુ નજીકથી ઓળખ્યું હતું.
મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 60 વિદ્યાર્થીઓને સંસદ ભવનના દર્શન કરવાની દુર્લભ તક પ્રાપ્ત થઈ હતી.જેનો અનુભવ માત્ર 1% ભારતીયોને જ જીવનમાં મળે છે. લોકશાહીના આ પવિત્ર મંદિરમાં પ્રવેશીને તેમણે લગભગ 2 કલાક વિતાવ્યા અને ભારતના શાસનતંત્રને વધુ નજીકથી ઓળખ્યું હતું. વિદ્યાર્થીઓએ લોકસભા, રાજ્યસભા અને જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલની મુલાકાત લીધી હતી.તેઓને સંસદ સત્ર દરમિયાન ગેલેરીઝમાંથી કાર્યવાહી નિહાળવાની તક પણ મળી હતી. જે અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો. ખાસ ક્ષણએ હતી જ્યારે વિદ્યાર્થીઓને એ જ સ્થાન પર બેસવાની તક મળી, જ્યાંથી દેશના પ્રધાનમંત્રીએ દેશને મહત્વપૂર્ણ ભાષણો આપ્યા છે.ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય પ્રાંગણમાં પગલાં મૂકી, દેશની શ્રેષ્ઠ પરંપરા અને ગૌરવને અનુભવી એક અનોખો ગર્વ અનુભવ્યો હતો.શાળા સંચાલકો દ્વારા જણાવ્યું હતું કે,આ પ્રવાસ વાલીઓના વિશ્વાસ, વિદ્યાર્થીઓના ઉમળકા અને શાળા પરિવારના સહયોગથી સફળ બન્યો હતો.આ સ્મરણિય ક્ષણોએ શાળાની શિક્ષણયાત્રાને નવા ઉલ્લાસથી પ્રેરિત કરી અને સૌને વધુ ઊંચા સપના જોવાની શક્તિ આપી હતી. વિદ્યાર્થીઓ પરત ફર્યા છે અનગિનત યાદો, ગર્વભર્યા અનુભવો અને જીવનભર પ્રેરણા સાથે.