હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદના અમરબાગ ગામ નજીક સ્કોર્પિયો કારમાંથી બિયરના ૬૦ નંગ ટીન ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે આરોપી કાર રેઢી મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો. વધુમાં હળવદ પોલીસ ઓડ ગામે વોચમાં હતા તે દરમિયાન પસાર થયેલ સ્કોર્પિયો કાર રોકવાનો પ્રયાસ કરતા પુરપાટ ઝડપે ભાગેલ કાર ઉપર કન્ટ્રોલ ગુમાવતા કાર રોડની સાઈડ આવેલ ખાડામાં ઉતારી દઈ આરોપી નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બ5મી મળેલ કે હળવદ તાલુકાના ડુંગરપર ગામના રણજીતભાઈ ડાયાભાઇ કોળી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો ભરી ડુંગરપરથી ઓડ ગામ તરફ જવાનો હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ઓડ ગામ નજીક વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર રોકી નહીં અને પુરપાટ ઝડપે ત્યાંથી ભગાડી મૂકી અમરબાગ ગામ તરફ નાસવા લાગ્યો હતો ત્યારે કાર ઉપર કન્ટ્રોલ ગુમાવતા અમરબાગ ગામ નજીક રોડ સાઈડમાં આવેલ ખાડામાં કાર ઉતરી જતા કારના આગળના કાચ તૂટી ગયા હતા. ત્યારે પોલીસને પાછળ આવતી જોઈ ચાલક સ્કોર્પિયો કાર રેઢી મૂકી અંધારામાં નાસી ગયો હતો.
ત્યારે હળવદ પોલીસે અકસ્માત થયેલ હાલતમાં પડેલી સ્કોર્પિયો કારની તલાસી લેતા કારમાંથી ગોડ ફાધર સ્ટ્રોંગ બિયરના ૬૦ નંગ ટીન મળી આવ્યા હતા. હાલ પોલીસે સ્કોર્પિયો કાર તથા બિયરના જથ્થા સહિત કુલ કિ.રૂ. ૧૦.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી રણજીતભાઈ ડાયાભાઇ કોળી રહે.ડુંગરપુરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.