હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે ટીકર ગામની સીમમાં તળાવની પાલ પાસે બાવળની કાંટમાંથી ૬૦૦ લીટર ઠંડો આથો ઝડપી લેવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.
હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે, ટીકર(રણ) ગામે રહેતા નરેશભાઈ કોળી ગામની ગુંદરાણી નામે ઓળખાતી સીમમાં તળાવની પાળ નજીક બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો છુપાવ્યો છે, ઉપરોક્ત બાતમીને આધારે હળવદ પોલીસે ગુંદરાણી સીમમાં રેઇડ કરતા જ્યાંથી ૬૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૫,૦૦૦/- મળી આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી નરેશભાઈ ધરમશીભાઈ કોળી રહે.ટીકર(રણ) તા. હળવદ વાળા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.