માળિયા(મી) હાઈવે પર એસટી બસમાંથી ૬૨.૫૦ લાખની રોકડ રકમની ચોરી થયાના બનાવની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ બનાવની વધુ વિગત મુજબ ઈશ્વર બેચર આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવ રામજીભાઈ વાઘમરે પેઢીના ૬૨.૫૦ લાખ જેટલી રોકડ રકમ લઈ બસમાં બેસી કચ્છના રાપર તરફ જઈ રહયા હતા જે દરમિયાન માધવ હોટેલ પર લઘુશંકા કરવા બસમાંથી નીચે ઉતરતા અજાણ્યા શખ્સો બસમાં રહેલ ૬૨.૫૦ લાખ રોકડ રકમ ભરેલ થેલો ચોરી ગયા હતા .
ત્યાતબાદ આંગડિયા કર્મચારી બસમાં આવતા થેલો ચોરાયાની જાણ થતાં કર્મચારી મહાદેવ વાઘમરે દ્વારા એસટી બસ સાથે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈને સમગ્ર બનાવની જાણ કરતા માળીયા(મી)પોલીસ, મોરબી એલસબી,એસઓજી સહિતના સ્ટાફ દ્વારા ટીમો બનાવી મોરબી જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પર નાકાબંધી ચેકીંગ હાથ ધરીને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.