ભારતીય જનતા પાર્ટી મોરબી માળીયા વિધાનસભા વિસ્તાર માટે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. વી. સં. ૨૦૮૦ ની વિદાય સાથે વી. સં. ૨૦૮૧ નો ભવ્ય આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા મોરબીના વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા. ૧૬/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે મોરબીના ઉમા ટાઉનશીપ સર્કિટ હાઉસ પાસે મોરબી -૨ ખાતે કરવામાં આવ્યું છે…
મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી મોરબી માળીયા વિધાનસભા વિસ્તાર માટે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. વી. સં. ૨૦૮૦ ની વિદાય સાથે વી. સં. ૨૦૮૧ નો ભવ્ય આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા મોરબીના વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા. ૧૬/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે. જે સમારોહના અધ્યક્ષ પરષોત્તમ રૂપાલા સાંસદ સભ્ય, દીપ પ્રાગટ્ય વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્ય, ગરિમામય ઉપસ્થિતિ જયંતીભાઈ કવાડિયા અને ભરત બોઘરા ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ ઉપસ્થિત રહેશે, તેમજ હિતેશભાઈ ચૌધરી – સંગઠન પ્રભારી, હંસાબેન પારેધી – જિલ્લા પંચાયત પ્રમુખ, જીતુભાઈ સોમાણી – ધારાસભ્ય, કેસરીદેવસિંહ ઝાલા – સાંસદ સભ્ય, રણછોડભાઈ દલવાડી – મોરબી પ્રમુખ, હીરાભાઈ ટમારિયા – જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ, દુર્લભજીભાઈ દેથરિયા- ધારાસભ્ય, ચંદુભાઈ શીહોરા – સંસદસભ્ય, કે.એસ. અમૃતિયા – મોરબી મહામંત્રી, પ્રવીણભાઈ સોનગ્રા – કારોબારી ચેરમેન, પ્રકાશભાઈ વરમોરા – ધારાસભ્ય, પૂનમબેન માડમ – સાંસદ સભ્ય, જેઠાભાઈ મીયાત્રા – મહામંત્રી મોરબી, કમળાબેન ચાવડા – સા. ન્યાય સમિતિ ચેરમેન, મેઘજીભાઈ ચાવડા – ધારાસભ્ય, મગનભાઇ વડાવિયા – ડિરેક્ટર કૃભકો, નરેન્દ્રસિંહ ઝાલા – મહામંત્રી મોરબી, ઉર્વશીબેન પંડ્યા – ઉપપ્રમુખ – પ્રદેશ મહિલા મોરચો સહિતના મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા કાંતિભાઈ અમૃતિયા – ધારાસભ્ય મોરબી માળીયા, મોરબી શહેર ભાજપ લાખાભાઈ જારીયા, રિષિતભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, મોરબી તાલુકા ભાજપ અરવિંદભાઈ વાંસદડિયા, બચુભા રાણા, બચુભાઈ ગરચર, માળિયા તાલુકા ભાજપ મણીલાલ સરડવા, મનીષભાઈ કાંજીયા, અરજણભાઇ હુંબલ અને માળીયા શહેર ભાજપ અલ્યાસભાઈ મોવર, હનીફભાઇ જેડા અને અવેશભાઈ મોવર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.