મોરબી : ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાથી મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દુર કરવા તથા કેશો શોધી કાઢવા કરેલ સુચના અન્વયે મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ. એમ. કોંઢીયાનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર. બી. ટાપરીયા તથા બી ડિવિઝન પો. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ. ઈકબાલભાઈ સુમરાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોરબી વીશીપરા મદિના સોસાયટીમાં રહેતા જાવેદભાઈ મહેબુબભાઈ જામ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ મેગડોવેલ્સ નંબર -૧ રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ મીલી. કાચની કંપની સીલ પેક બોટલો નંગ ૨૦ તથા એપિસોડ વ્હિસ્કી ૭૫૦ મીલી કંપની સીલ પેક બોટલો નંગ ૨૪ તથા કિંગ્સ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ મીલી કાચની સીલ પેક બોટલો નંગ ૨૨ મળી કુલ બોટલો નંગ ૬૬ (કિં.રૂ. ૨૧૩૦૦/-) નો મુદ્દામાલ મળી આવેલ હોય, મુદ્દામાલ કબ્જે કરી જાવેદભાઈ મહેબુબભાઈ જામ(ઉ.વ.૧૯) વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.સ.ઈ. આર.બી.ટાપરીયા, પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ચાવડા,ઈમ્તિયાઝભાઈ જામ, અર્જુનસિંહ જાડેજા, પો.કોન્સ. અંબાપ્રતાપસિંહ જાડેજા, વનરાજભાઇ ચાવડા, રમેશભાઈ મીયાત્રા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા, રૂતુરાજસિંહ જાડેજા, દેવસીભાઈ મોરી, ઈકબાલભાઈ સુમરા સહિતનાઓ રોકાયેલા હતાં.