Monday, January 13, 2025
HomeGujarat૬૬-ટંકારા પડધરી બેઠક પરથી મોહન કુંડારિયા, અરવિંદ બારૈયા અને જગદીશ પનારા પ્રબળ...

૬૬-ટંકારા પડધરી બેઠક પરથી મોહન કુંડારિયા, અરવિંદ બારૈયા અને જગદીશ પનારા પ્રબળ દાવેદારોએ નોધાવી ઉમેદવારી

મોરબી જિલ્લાની આજે સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી પ્રથમ રાઉન્ડ ૬૬ ટંકારા પડધરી બેઠક નો લેવામાં આવ્યો હતો જેમાં સૌથી મોખરે પૂર્વ ધારાસભ્ય અને સાંસદ મોહનભાઇ કુંડારિયાનું નામ મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાસદડીયા સહિતના સમર્થકોએ નોંધાવ્યું હતું આં બાદ મોરબીના વર્ષ ૨૦૧૭ માં ચર્ચામાં આવેલા ભાજપ નાં આગેવાન અરવિંદભાઈ છગનભાઈ બારૈયાનું નામ પણ મોખરે છે આં ઉપરાંત પ્રબળ દાવેદારોમાં નોધી શકાય તેમ જગદીશ પનારા અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજી ભાઈ મેતલિયા,રવી સનાંવડા સહિત વીસ જેટલા અપેક્ષિત ઉમેદારોએ દાવેદારી નોંધાવી છે જો કે આ મામલે સેન્સ લેવા આવેલા મંત્રી રાઘવજી મકવાણાએ મીડિયા સમક્ષ કાઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો સાથે જ પ્રદેશની સૂચનાઓને લઈને આં જીલ્લામાં બોલવા ની મનાઈ ફરમાવી હોવાનું જણાવ્યું છે જો કે આગામી સમયમાં ટિકિટ કોને મળશે એ જોવું રહ્યું પરંતુ હાલ ટંકારા પડધરી બેઠકનો માહોલ સેન્સ સમયે જ રાજકીય ગરમાવો પકડી ગયો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!