Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર બહાદુરગઢના પાટિયા પાસે થયેલ ૭.૨૭ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:ત્રણ...

મોરબી-માળીયા હાઇવે પર બહાદુરગઢના પાટિયા પાસે થયેલ ૭.૨૭ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:ત્રણ આરોપી ઝડપાયા પાંચની શોધખોળ

ગત તારીખ ૨૮/૦૭ ના રોજ મોરબી માળીયા હાઇવે પર આવેલ બહાદુર ગઢ ગામના પાટિયા પાસે એક મની ટ્રાન્સફર નો વ્યવસાય કરતા શૈલેષભાઇ વડસોલા પોતાના ધંધાના રૂપિયા લઈને જતા હતા તે દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમોએ બાઇક ભટકાડી પાડી દઈ ૭,૨૪,૫૦૦ રોકડ રકમ અને એક મોબાઈલ ફોન રૂ ૩૦૦૦ મળી કુલ રૂ ૭,૨૪,૫૦૦ ની માલ મતા ભરેલો થેલો કોઈ નમ્બર પ્લેટ વગરના મોટરસાઇકલ પર આવેલ શખસો લૂંટીને નાસી ગયા હતા જે બાબતે ભોગબનનાર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ અને એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા દ્વારા એલસીબી,પેરોલ ફર્લો સ્કોડ અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયાને બાતમી મળી હતી કે આ લૂંટ ના ગુનામાં GJ 36 K 5003 નંબરનું મોટરસાઇકલ વપરાયું છે જેથી પોકેટકોપ એપ મારફતે બાઇકના માલિક અંગે સર્ચ કરતા આ બાઇક પાર્થ ભરતભાઇ વડસોલા (રહે.ટીમબડી મોરબી) વાળાના નામે હોય જે બાઇક માલિકની પુછપરછ કરતા આ બાઇક વિશાલ ભરતભાઇ વડસોલા (રહે.પટેલ શેરી,જૂની ટીમબડી, મોરબી) વાળો વાપરતો હોવાનું ખુલ્યું હતુ જેથી પોલીસે તેને ઝડપી લઈ ને પુછપરછ કરતા આ ગુનો તેને અને તેના પિતરાઈ ભાઈ બેચરભાઈ ગણેશભાઈ વડસોલા (રહે.ટીમબડી મોરબી) અને પોતે જે કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટ રાખે છે તે કારખાના લોરેન્જો સીરામીકમાં લોડર ચાલવતા પ્રકાશ રાવજી તાહેડ(રહે.મુ.નેગડીયા અંતરવેલીયા તા.જી.ધાર,મધ્યપ્રદેશ)અને દિલીપ માનસિંગભાઈ આડિયા (રહે.ખાખરીયા જીરી ગામ.સરદારપુર તા.જી.ધાર,મધ્યપ્રદેશ) અને તેની સાથે આવેલા અજાણ્યા માણસો સાથે મળી આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.જેથી પોલીસે આ તમામ આરોપીઓ તેમજ આ ગુનામાં વપરાયેલ વાહન અને ગુનામાં ગાયક મુદામાલ કબ્જે કરવા માટે તપાસ હાથ ધરી હતી .

જેમાં લૂંટ માં ગયેલ રોકડ રકમ પૈકી રૂ ૧,૫૦,૦૦૦ ની રોકડ તેમજ આ ગુનામાં વપરાયેલ અપાચી મોટરસાઇકલ કી રૂ.૫૦,૦૦૦ અને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ કી. રૂ.૨૫,૦૦૦ અને ત્રણ મોબાઈલ કી. રૂ.૪૫૦૦ મળી કુલ રૂ.૨,૨૯,૫૦૦ ના મુદામાલ સાથે ત્રણ આરોપી વિશાલ ભરતભાઈ વડસોલા (ઉ.વ.૨૭ રહે પટેલ શેરી જૂની ટીંબડી તા.જી.મોરબી),બેચર ગણેશભાઈ વડસોલા (ઉ.વ.૨૦ રહે પટેલ સોસાયટી ટીંબડી પ્લોટ નં ૨૫ તા.જી. મોરબી) અને પ્રકાશ રાવજી તાહેડ (ઉ.વ.૨૫ રહે.હાલ લોરેંજો સીરામીકની ઓરડીમાં મુ રહે નેગડીયા અંતરવેલીયા તા.જી જાંબુઆ મધ્યપ્રદેશ)વાળાને ઝડપી પાડ્યા છે તથા અન્ય ગાડીમાં આવેલ દિલીપ નામના આરોપી સહિત પાંચ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ઝડપાયેલા મોરબીના રહેવાસી આરોપી બેચર ગણેશભાઈ વડસોલા (ઉ.વ.૨૦ રહે..પટેલ સોસાયટી પ્લોટ નં.૨૫ ગામ:ટીંબડી તા.જી.મોરબી) વાળો આજથી ત્રણેક મહીના પહેલા મહારાષ્ટ્ર રાજ્યના નેવાસા પોલીસ સ્ટેશનમાં ખાંડ ભરેલ ગાડી અન્ય સ્થળે બારોબાર વેચી છેતરપીંડી આચરવાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

આ સફળ કામગીરી માં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા ,તાલુકા પોલીસ મથક પીઆઇ વિરલ પટેલ ,પીએસઆઈ એન.બી.ડાભી, પીએસઆઈ એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા તેમજ એલસીબી ,પેરોલ ફર્લો સ્કોડ ,ટેક્નિકલ ટીમ ,AHTU તથા મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!