મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, માધાપર શેરી નં. ૪ માં મુન્નાવરખાન યુસુફખાન યુસુફઝઈ પોતાના રહેણાંક મકાન નં-૧માં જુગારના સાધનો પુરા પાડી જુગરનો અખાડો ચલાવતો હોય જે મુજબની બાતમી આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા, જ્યાં તીનપત્તિનો જુગાર રમતા મુન્નાવરખાન યુસુફખાન યુસુફઝઈ ઉવ.૪૫ રહે. માધાપર શેરી નં.૪ મકાન નં.૧ મોરબી, સાહિદખાન મુન્નાવરખાન યુસુફઝઈ ઉવ.૧૯ રહે. માધાપર શેરી નં.૪ મોરબી, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડીયા ઉવ.૪૪ રહે. જોન્સનગર લાતી પ્લોટ નં.૧૨ મોરબી, રવીભાઈ દેવાભાઈ ડાભી ઉવ.૧૯ રહે. માધાપર શેરી નં.૨ મોરબી, વીમલભાઈ ઉર્ફે વીપુલભાઈ નટુભાઈ સોલંકી ઉવ.૪૮ રહે. સ્વાતીપાર્ક ઉમિયા ગેટની અંદર ન્યૂ એમ શાળા સામે મોરબી, હનીફભાઈ હુસેનભાઈ દીવાન ઉવ.૪૨ રહે. બોરીયાવાસ લીલાપર રોડ મોરબી તથા વિપુલભાઈ ઉર્ફે ડબલી રામભાઈ ગરીયા ઉવ.૨૮ રહે.અંબિકાનગર માધાપર મોરબી વાળાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૫,૫૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









