Monday, October 7, 2024
HomeGujaratહળવદના માનગઢ ગામે વાડામાં છૂપાવી રાખેલ વિદેશી દારૂની ૭ બોટલ ઝડપાઈ, આરોપી...

હળવદના માનગઢ ગામે વાડામાં છૂપાવી રાખેલ વિદેશી દારૂની ૭ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના માનગઢ ગામે દરોડો પાડીને ગુંદાવા નામની સીમમાં આવેલ વાડામાં વેચાણ કરવાના ઇરાદે છૂપાવી રાખેલ વિદેશી દારૂની ૭ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથક ટીમને બાતમી મળી કે હળવદના માનગઢ ગામે ગુંદાવા નામની સીમમાં નિલેશભાઇ ચંદુભાઈ કોળીએ પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં વિદેશી દારૂનો જથ્થો રાખી દારૂનો કાળો કારોબાર ચલાવતો હોવાની મળેલ બાતમીના સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે હળવદ પોલીસે સ્થળ ઉપરથી વાડામાં છુપાવીને રાખેલ ૮પીએમ વ્હીસ્કીની ૭ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે. પોલીસના દરોડા દરમિયાન આરોપી નીલેષભાઈ ચંદુભાઈ કોળી રહે.ટીકર તા.હળવદ જી.મોરબી હાજર મળી ન આવેલ હોય જેથી તેને ફરાર દર્શાવી તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!