મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના રવાપર રોડ ખાતે નરસંગ ટેકરી નજીક મેઘાણીની વાડી વિસ્તારમાં આવેલ અનિલભાઈ ડાભીના રહેણાંક મકાને વોરંટ બજાવવા ગયા હોય તે દરમિયાન રહેણાંક મકાનના ધાબા ઉપરથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીના ૭ નંગ ચપલા કિ.રૂ.૧,૨૬૦/-મળી આવ્યા હતા. જ્યારે આરોપી અનિલભાઈ માવજીભાઈ ડાભી સ્થળ ઉપર હાજર ન હોય જેથી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









