મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે રહેણાંક મકાનમાં રેઈડ કરી જુગાર રમતા ૭ જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાની સૂચના મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનનાં પી.આઇ. એચ.એ. જાડેજાએ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા (રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવૃત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩) પોતાના રહેણાક ફલેટમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકતનાં આધારે રેઇડ કરતા પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા (રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩), નાગદેભાઇ મનસુખાઇ જોગીયાણી (રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ધૈર્ય-એચ.), વનરાજભાઇ રમેશભાઇ મુજારીયા (રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે), રવીભાઇ રમેશભાઇ મુંજારીયા (રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે),સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા (રહે.મોરબી રવાપર રોડ ચિત્રકુટ સોસાયટી), વિજયભાઇ મનુભાઇ ગોગા (રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર) તથા હિરેનભાઇ મગનભાઇ મઠીયા (રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર) નામના સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧૬,૪૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.