Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ મૃત્યુ થતા પોલીસ દ્વારા વાલી-વારસની શોધખોળ

મોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ મૃત્યુ થતા પોલીસ દ્વારા વાલી-વારસની શોધખોળ

મોરબી શહેરના ગાંધીચોક વિસ્તારમાં ૭૦ વર્ષીય વૃદ્ધ વિરેન્દ્રકુમાર રામરતનભાઈ વિશ્વકર્મા કોઈ બીમારી સબબ સુતા હોય ત્યારે ગત તા. ૨૧/૦૮ના રોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૮/૦૮ના રોજ વિરેન્દ્રકુમારનું મૃત્યુ નિપજતા એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી તેમના વાલી વારસની શોધખોળ શરૂ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાંથી એક પ્રેસયાદી જાગેર કરી જણાવવાયું છે કે મરણ જનાર વિરેન્દ્રકુમાર રામરતન વિશ્વકર્મા ઉવ.૭૦ રહે.એંટીક સીરામીક મોરબીવાળા બીમારી સબબ સારવાર માટે તા.૨૧/૦૮ રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમીયાન તા.૨૮/૦૮ના રોજ મરણ ગયા હોય જે શરીરે પાતળો બાંધો વાને શ્યામ, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ છે. જમણા હાથે કલાઇ ઉપર હિન્દીમા જય મા દુર્ગા ત્રોફાવેલ છે. તથા ખાખી કલરનુ પેન્ટ તથા સફેદ કલરનો શર્ટ પહેરેલ છે. ત્યારે ઉપરોક્ત મૃતકના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી ઉપરોક્ત વિગતો મુજબના મૃતકને કોઈ પરિચિત હોય કે તેમના વાલી-વારસની કોઈ વિગતો મળે તો મોરબી સીટી પોલીસ મથક ટેલી.નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ અથવા તપાસનીશ અધિકારી પોલીસ હેડ કોન્સે એ.એમ.ઝાપડીયાના મોબાઇલ નં.૯૭૧૪૦ ૬૪૪૧૯ સમલાર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!