મોરબી : મોરબી જિલ્લામાં હાલ ચાલી રહેલી ધો.10, 12 બોર્ડની પરીક્ષા દરમિયાન આજે ધો.12 ની પરીક્ષાના અર્થશાસ્ત્રમાં 7015 તો ધો.10 ના બેઝિક ગણિતનાં પેપરમાં 11,612 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ગઈકાલે રજા રહ્યા બાદ આજે ફરી ધો.10ના બેઝિક ગણિત વિષયના પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં મોરબી જિલ્લામાં ધો.10ના ગણિત વિષયના પેપરમાં 253 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 11,865 માંથી 11612 વિધાર્થીઓએ બેઝિક ગણિતની પરીક્ષા આપી હતી. જયારે આજે ધો.12ના સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયના પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં મોરબી જિલ્લામાં ધો.12ના અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં 61 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 7015 માથી 7076 વિધાર્થીઓએ અર્થશાસ્ત્રની પરીક્ષા આપી હતી.