Friday, December 27, 2024
HomeGujaratહળવદ ખાતે સુભાષચંદ્ર બોઝની પુણ્ય સ્મૃતિમાં આયોજિત રક્તદાન કેમ્પમાં 71 બોટલ રક્ત...

હળવદ ખાતે સુભાષચંદ્ર બોઝની પુણ્ય સ્મૃતિમાં આયોજિત રક્તદાન કેમ્પમાં 71 બોટલ રક્ત એકત્ર કરાયું

હળવદ શહેરમાં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે હળવદ યુવા ભાજપ-પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્ય સ્મૃતિમાં સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 71 બોટલ બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

 

આ બ્લડની બોટલ સુરેન્દ્રનગર ખાતે સી યુ શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને અન્ય લોહીની જરૂર છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા 25 ઉપરાંત સેવાભાવી કાર્યકરોનું પાટિયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પૂજ્ય દીપકદાસજી મહારાજ, રણછોડભાઈ દલવાડી, કેતનભાઈ દવે, વાસુદેવભાઈ સિણોજીયા, રમેશભાઈ પટેલ, ધીરૂભા ઝાલા, વિજયભાઈ જાની, અતુલભાઈ પાઠક, પાટિયા ગ્રુપના વિપુલભાઈ દવે, અશ્વિનભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, દાદભાઈ ડાંગર, મેરાભાઈ ઠાકોર, રવજીભાઈ દલવાડી ગોપાલભાઈ ઠક્કર, નરભેરામભાઇ અઘારા, ભાવેશભાઈ ઠક્કર, નવલભાઈ શુક્લ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ધર્મપ્રેમી સેવા ગ્રુપ , ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યોએ ખુબ સરસ સહયોગ આપ્યો હતો તથા શ્રી રાજોધરજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ગૌતમભાઈ પાડલીયાએ સંકુલમાં સુંદર વ્યવસ્થા કરી આપી હતી નગરપાલિકાના સ્ટાફ મિત્રો પણ સહયોગી બન્યા હતા. હળવદના તમામ વર્ગના લોકોએ રક્તદાન કર્યું હતું અને કેમ્પ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ યુવા ભાજપ-પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના સેવાભાવી અને ઉત્સાહી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!