મોરબી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નેશનલ હાઇવે શક્તિ ચેમ્બર નજીક જે.કે.ટાઇલ્સ એન્ડ સેનેટરી વેરના ખુલ્લા વાડામાં રેઇડ કરી સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે મોરબી-૨ હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી શખ્સની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબીના સામાકાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજદીપસિંહ ઉર્ફે રાજાએ નેશનલ હાઇવે ઉપર જે.કે. ટાઇલ્સ એન્ડ સેનેટરી નામના ખુલ્લા વાડામાં એક સેન્ટ્રો કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવાના હેતુસર રાખ્યો હોય જેથી તુરંત બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા સેન્ટ્રો કાર રજી.નં. જીજે-૦૧-એચએન-૬૨૦૨ ખોલીને તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂ તથા સેન્ટ્રો કાર સહિત કિ.રૂ.૧,૪૬,૭૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી રાજદીપસિંહ ઉર્ફે રાજા વિક્રમસિંહ સરવૈયા રહે. મોરબી-૨હાઉસિંગ બોર્ડવાળા સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.