આગામી ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજાવાની છે જેમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો.દિવસ હતો ત્યારે હળવદ નગરપાલિકાની સામાન્ય ચુંટણી અને વાંકાનેર નગરપાલિકા ની મધ્યસ્થ ચૂંટણી માટે આજે ઉમેદવારો ઉભરાયા હતા અને ફોર્મ ભરાયા હતા.જેમાં વાંકાનેરમાં તો ૨૮ પૈકી સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ પણ જાહેર થઈ ચૂક્યા છે.
જેમાં હળવદ નગરપાલિકા ના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે ૭૫ જેટલા ફોર્મ ભરાયાં હતાં તેમજ વાંકાનેર નગરપાલિકા ના ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે ૫૦ ફોર્મ ભરાયા હતા.વાંકાનેરમાં ૨૮ બેઠકો પૈકી ૭ બેઠકો પર ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષે ઉમેદવારી ન નોંધાવતા બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
આ ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ,આપ તથા બસપાના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે અને હવે તમામ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે તેમજ જો કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા માંગતા હોય તો તેઓને ફોર્મ પરત ખેંચવા માટેનો એક દિવસનો સમય મળશે અને ત્યાર પછી ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ફાઈનલ મેચ રમશે તે જાણવા મળશે.