Thursday, January 23, 2025
HomeGujaratગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ૧૭ લાખ લોકોને ૭૬૧૦.૫૮ કરોડની સહાય ચુકવાઇ :...

ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ૧૭ લાખ લોકોને ૭૬૧૦.૫૮ કરોડની સહાય ચુકવાઇ : રાજ્યમંત્રી મેરજા

રાજયના ગરીબ પરિવારોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને સ્વરોજગારી માટે સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના ૧૨મા તબક્કાનું આયોજન કરાયુ હતું. આ ત્રણેય દિવસો દરમિયાન રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓમા ૫૭,૨૩૧ લાભાર્થીઓને રૂ.૧૫૪.૪૪ કરોડની સ્થળ ઉપર સહાય તેમજ ૧૭,૩૦,૬૫૩ લાભાર્થીઓને રૂા.૭૬૧૦.૫૮ કરોડની કુલ સહાય ચુકવવામાં આવી હોવાનુ પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

રાજયવ્યાપી યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળાઓમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ, મોરબી અને અમરેલી તેમજ પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દાહોદ, મોરબી અને જામનગર ખાતે તથા મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ જિલ્લા કક્ષાએ ઉપસ્થિતિ રહીને ગરીબ લાભાર્થીઓને સાધન સહાયનુ વિતરણ કર્યુ હતું.

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે કે, રાજ્યના ગરીબોને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે ત્યારે ગરીબ ક્લ્યાણ મેળામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને અપાતી સાધન-સામગ્રી ગુણવત્તાયુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, જરૂરીયાતમંદ લોકોને તેમના હક્કના લાભ-સહાય પહોંચાડવા એક વિઝન સાથે વર્ષ-૨૦૦૯-૧૦ થી ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ આપ્યો હોવાનુ જણાવી મેરજાએ ઉમેર્યુ કે, અત્યાર સુધીમાં ૧૧ તબક્કાના ૧૫૩૦ જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી ૧ કરોડ ૪૭ લાખ લોકોને ૨૬ હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો રાજ્ય સરકારે આપ્યા છે. ત્યારે વર્ષ-૨૦૨૨માં યોજાયેલા અને ગઇ કાલે રવિવારે પુર્ણ થયેલા ગરીબ ક્લ્યાણ મેળાના ૧૨મા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ૫૭,૨૩૧ લાભાર્થીઓને દરિદ્રનારાયણને રૂ.૧૫૪.૪૪ કરોડના સહાય-લાભો સ્થળ પર ચુકવાવવામાં આવ્યા તેમજ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ ૧૭,૩૦,૬૫૩ ગરીબોને રૂા.૭૬૧૦.૫૮ કરોડના સહાય-લાભો ચુકવાયા છે.

તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી રહી છે. જેના દૂરગામી પરિણામો હવે પછીની પેઢીને સાપડશે. સત્તા નહીં, પરંતુ સેવાને વરેલી રાજ્ય સરકારના પ્રયાસોથી છેવાડાના માનવીઓ સુધી રાજ્ય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચડી શકાયા છે તે માટે ગરીબ કલ્યાણ મેળા અગત્યનું માધ્યમ પુરવાર થયા છે.

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓના અને ૪ મહાનગરપાલીકાઓના મળી કુલ ૩૭ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તા.૨૪ ફેબ્રુઆરીના રોજ કુલ ૧૨ મેળા (૧૧ જિલ્લા કક્ષાના અને ૧ મહાનગરપાલીકા) માં ૨૬,૪૧૩ લોકોની ઉપસ્થિતીમાં ૨૧,૨૩૭ લાભાર્થીઓને ૫,૦૦૧ લાખની સહાય સ્થળ ઉપર ચુકવવામાં આવી હતી. તા.૨૫ ફેબ્રુઆરીના રોજ કુલ ૧૨ મેળા (૧૧ જિલ્લા કક્ષાના અને ૧ મહાનગરપાલીકા) માં ૨૬,૮૯૦ લોકોની ઉપસ્થિતીમાં ૨૨,૩૧૦ લાભાર્થીઓને ૬,૪૪૧ લાખની સહાય સ્થળ ઉપર ચુકવવામાં આવી હતી. જ્યારે તા.૨૬ ફેબ્રુઆરીના રોજ કુલ ૧૩ મેળા (૧૧ જિલ્લા કક્ષાના અને ૨ મહાનગરપાલીકા) માં ૨૬,૦૨૦ લોકોની ઉપસ્થિતીમાં ૧૩,૬૮૪ લાભાર્થીઓને ૪,૦૦૨ લાખની સહાય સ્થળ ઉપર ચુકવવામાં આવી હતી. આમ, ત્રણ દિવસના કુલ ૩૭ મેળા દરમ્યાન ૭૯,૩૨૩ લોકોની ઉપસ્થિતીમાં ૫૭,૨૩૧ લાભાર્થીઓને ૧૫૪.૪૪ કરોડની સહાય સ્થળ ઉપર જ ચુકવવામાં આવી છે. તે ઉપરાંત આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ ૧૭,૩૦,૬૫૩ લાભાર્થીઓને રૂા.૭૬૧૦.૫૮ કરોડની સહાય આપવામાં આવી હોવાનુ મંત્રીએ અંતમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!