શ્રી ઊંચી માંડલ પ્રાથમિક શાળા ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ શાળાઓમાં દાતા તરીકે ઉપયોગી થતાં ભામાસાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. ગામના સરપંચ દ્વારા શાળાના તમામ 272 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
76 માં પ્રજાસત્તાક પર્વ નિમિતે શ્રી ઉંચીમાંડલ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક તેમજ દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળામાં કૂલર, પંખા, ટાઈલ્સ જેવા સહિતના દાન આપનાર ભામાશાઓ રાજુભાઈ પુનિતભાઈ છગનભાઈ શૈલેષભાઈ તેમજ વૈભવભાઈએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી અને આ દાતાઓનું સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું.
નેકસન સિરામિક સિમ્બોલો ફાઉન્ડેશનના મનસુખભાઈ તથા કપિલ ભાઈ દ્વારા નિયો ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત શાળાને 15 કોમ્પ્યુટર દાનમાં આપ્યા હતા. તે બદલ તેમનો આભાર માની સાથે સાથે કોમ્પ્યુટર લેબનો અનાવરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના ઉત્સાહી સરપંચ રવિરાજસિંહ પરમારે તમામ 272 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.