ટંકારાના વિરપર પ્રાથમિક શાળામા ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ભારતમાતા પૂજન સાથે કરવામાં આવી હતી. ઘ્વજવંદન વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮મા પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવનાર શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….
ટંકારાના વિરપર પ્રાથમિક શાળામા ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ભારતમાતા પૂજન સાથે કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮મા પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવનાર શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિલ્ડના દાતા તરીકે રજનીભાઇ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૦ જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી. જેમાં અડકો દડકો, બાલવાટિકા વિઘાર્થીઓ દ્વારા ઘોરણ ૩ ક્રિષ્નામેરા, જલવા, તેમજ ઘો ૬થી ૮ બાળકો દ્વારા હસતાં રમતાં, માઘવ મારા મોહનજી નવા અને વિરપર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પાપા મેરે પાપા, રાણી લક્ષ્મીબાઈ, તેરી મીટી મે, સહિતની કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય મહેન્દ્ર ગોસરા, રાકેશ છત્રોલા, જનકભાઈ, પ્રાણજીવનભાઈ, છાયાબેન, બિન્દુબેન, નેહાબેન, વૈશાલીબેન, મિનાક્ષીબેન, દક્ષાબેન, ધર્મિષ્ઠાબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, તલાટી કમ મંત્રી ગિરીરાજ સિંહ ઝાલા, પ્રહલાદ સિંહ જાડેજા, રિઝવાન ઉનડ, પૌત્રા ગ્રામ પંચાયતના સભ્યો વાલીગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..