મોરબી પીજીવીસીએલ દ્વારા સમગ્ર જામનગર ભુજ, અંજાર અને મોરબીની ટિમ દ્વારા જિલ્લામાં પાંચ દિવસની ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવી હતી.
જેમા પીજીવીસીએલની ૩૦ જેટલી ટીમ દ્વારા તા. ૦૬/૦૬/૨૦૨૨ થી ૧૦/૦૬/૨૦૨૨ સુધી હળવદ ચરાડવા, વાંકાનેર, માળીયા, મોરબી ગ્રામ્ય,ટંકારા અને મોરબી શહેર માં કુલ ૨૫૭૭ રહેણાંક કનેકશન, ૧૦૬ કોમર્શિયલ કનેકશન અને ૧૦ ખેતીવાડી કનેક્શન મળી કુલ ૨૬૯૩ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી રહેણાંક ના ૨૮૨, કોમર્શિયલ ના ૧૪ અને ખેતીવાડી માં ૦૧ કનેકશન માં ગેરરીતિ સામે આવી હતી જેમાં કુલ મળી ૭૯ લાખની વીજચોરી ઝડપાઇ હતી.