Wednesday, November 20, 2024
HomeGujaratટંકારામાં થયેલ ૮.૨૧ લાખના જીરું અને વજન કાંટા સહિતના મુદ્દામાલની ચોરીનો ભેદ...

ટંકારામાં થયેલ ૮.૨૧ લાખના જીરું અને વજન કાંટા સહિતના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો : છ આરોપીઓની ધરપકડ

રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચે ટંકારા વિસ્તારમાં થયેલ રૂ. ૮,૨૧,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા ત્યારે ગત તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ ટંકારા લતીપર રોડ, પર આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ ૬૮ કટ્ટા જીરૂ કે જેની કિંમત રૂ.૮,૧૬,૦૦૦/- છે તથા ઇલકેટ્રીક વજન કાંટો મળી કુલ કી.રૂ. ૮,૨૧,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન ASI રજનીંકાત કૈલા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા તથા વિરેન વિજયભાઇ રાઠોડ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાની હકીકત આધારે ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી નિકુલ કરશનભાઇ મંદરીયા, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા, વિરેન વિજયભાઇ રાઠોડ, પપ્પુભાઇ નવાભાઇ પરમાર, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર, હરેશભાઇ નરશુભાઇ મોહનીયા નામના આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ છ આરોપીઓને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!