Thursday, November 28, 2024
HomeGujaratમાળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીક બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૮ પશુઓને બચાવી લેવાયા

માળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીક બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૮ પશુઓને બચાવી લેવાયા

માળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીકથી બોલેરોમા કચ્છથી અમદાવાદના વિરમગામ કતલખાને લઈ જવાતા ૮ પશુઓને બચાવી લઇ બોલેરો ચાલક સહિત બે શખ્સો સામે માળીયા મી.પોલીસ મથકમાં પશુપ્રત્યે ક્રુરતા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ચોટીલા તથા રાજકોટના ગૌરક્ષકોએ મળેલ બાતમીને આધારે મોરબી, ચોટીલા તથા રાજકોટના ગૌરક્ષકો સહિત માળીયા(મી)ના અણીયારી ટોલનાકા પાસે વોચમાં હોય તે દરમિયાન કચ્છ સાઈડથી એક બોલેરો ગાડી રજી. જીજે ૧૨ સીટી ૩૨૭૮ આવતા તેને રોકાવી તેના ઠાઠામાં તપાસ કરતા કોઇ આધાર પુરાવા કે પરમીટ કે પ્રમાણપત્ર વગર હલનચલન ન કરી શકે તેવી રીતે ટુકા દોરડાથી પાડી તથા પાડા ભેંસના બચ્ચા જીવ ૦૮આઠ બાંધેલ હોય તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર અને દયનીય હાલતમા ટુકા દોરડા થી ક્રુરતાપુર્વક બાંધી પશુપ્રત્યે ઘાતકીપણુ દાખવી બોલેરો પીકઅપમાં ભરી નીકળતા બોલેરો પીકઅપમાં ભરેલ કુલ સાત પાડી તથા એક પાડો જેમા એકની કીંમત આશરે રૂ.૨૦૦૦ લેખે ૦૮ આઠ પાડી તથા પાડાની કીંમત રૂ૧૬૦૦૦ ગણી તથા બોલેરો પીકઅપ રજીનંજીજે૧૨ સીટી ૩૨૭૮ ની કીંમત રૂ૧,૫૦,૦૦૦/-ગણી કુલ કીંમત રૂ. ૧,૬૬,૦૦૦/- ના મુદામાલ સાથે બોલેરો ચાલક આરોપી ગુલઝાર હાજીજુસબ જત ઉવ.૩૯ રહે-નાના સરાડા પોસ્ટ ભગાડીયા કચ્છ ગુજરાત તથા આરોપી ઇશાક મામદઅલી જત ઉવ.૨૨ રહે- નાના સરાડા પોસ્ટ ભગાડીયા કચ્છની માળીયા(મી) પોલીસે બંને આરોપીઓની અટક કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!